લોહારીયા ગામ કચ્છ જીલ્લાના અંજાર તાલુકામા પશ્વિમ દિશામા આવેલુ છે. જે અંજાર-ભુજ રાજ્ય ધોરી માર્ગથી ૧૮ કિલોમીટર દુર છે. ગામમા કુલ ૧૫૮ કૂટંબો રહે છે અને માનવ વસ્તી ૯૭૬ છે.
વર્ષ ૧૯૬૧ થી પંચાયતી રાજની સ્થાપના ગુજરાત રાજ્યમા કરવામા આવી ત્યારથી વર્ષ ૨૦૦૧ સુધી લોહારીયા ગામનો સમાવેશ પંતીયા ગ્રામ પંચાયાતમા થતો હતો. વર્ષ ૨૦૦૧ મા લોહારીયા ગામને અલગ ગ્રામ પંચાયતનો દરરજો મડ્યો. વર્ષ ૨૦૦૭મા આ ગામની સ્વતંત્ર પંચાયત બોડી બિન હરીફ ચૂંટાઈ આવી છે. હાલમા ઍટલે કે જાન્યુઆરી ૨૦૦૭થી પંચાયત બોડીમા ૬ પુરૂષ અને ૨ મહિલા પ્રતિનિધિયો છે.
પંચાયત પ્રતિનિધિયોને જાન્યુઆરી ૨૦૦૭થી ચાર્જ મળ્યો ત્યારથી જ વિકાસની વાતોનો ઍક દોર શરૂ થયો અને ગામ માટે કઈક કરી છૂટવાનુ તેઑઍ વિચાર્યુ. સેતુ સાથે સંપર્કમા આવ્યા ત્યારે તેમની દોરવણી કે માર્ગદર્શન હેઠળ લોહારીયા ગ્રામ પંચાયત ના પ્રતિનિધિયો ઍ તેમના વોર્ડમા જઈ સભાઓ દ્વારા વિકાસ આયોજન તૈયાર કરેલ. આવા આયોજનમા અને સરકારની તબ્બકા વારની ગ્રામસભાઓમા વિકાસના ઘણા મુદ્દાઓ ઉપરાંત ગામમા સ્વચ્છ્તા અને ગટર માથી પાણી લીક થવાની સમસ્યાઓ સામે આવી.
ઉપરોક્ત સમસ્યા ના નિવારણ માટે પંચાયતની સામાન્ય સભામા ઍ સમસ્યાઓના નિવારણ માટે ચર્ચા થઈ સાથે આ સભામા પંચાયતની આવક (પંચાયતની આર્થિક પરિસ્થિતિ) અને વિકાસ કામો સંદર્ભે પણ ચર્ચા કરવામા આવી.
લોહરિયા ગામ કુટુંબની દ્રષ્ટી ઍ ખુબજ નાનુ છે, આસપાસમાં કોઈ કંપની પણ નથી કે તેમના સી ઍસ. આર. માંથી નાણા મેળવી અને પંચાયત વિકાસ કાર્ય કરી શકે. સરપંચશ્રીના મતે પંચાયતની આવક મર્યાદિત હતી, પંચાયાતને ફક્ત સરકારશ્રીની ગ્રાન્ટો પર જ આધાર રાખવો પડતો હોય છે, વડી આ ગ્રાન્ટો પણ નવા માળખાના બાંધકામ માટે મળતી હોય છે પણ નીભાવણી માટે મળતી નથી પરિણામે ગ્રામ લેવલે ક્યારેક અવ્યવસ્થા ઉભી થાય છે અને વિકાસ કાર્યની નીભાવણી થઈ શક્તી નથી. ઉપરોક્ત પ્રાથમિક સમસ્યાઓના ઉકેલ માટે પંચાયત પદાધિકારીઓ ઍ પંચાયતની સામાન્ય સભામાં નક્કી કર્યુ કે આવા સામાન્ય કામોનાં નીભાવ અન કાળજી માટે પંચાયતે પોતાની આવકમાં વધારો કરવો જ પડશે ઍ માટે હાલમાં ઉઘરાવાતા વેરા જેવા કે મકાન વેરા, સફાઈ વેરા ની હાલની રકમમાં વધારો કરવા અને ગટરલાઈનનુ બાકીનુ કામ પૂર્ણ થયા બાદ નવો ગટર વેરો નાખવા માટે સર્વે સહમત થયા અને ઍ માટેનો નિર્ણય પણ કરવામાં આવ્યો. આ મિટિંગના અતે તેઓ ઍ પણ નક્કી કર્યુ કે વેરામાં કેટલી માત્રામાં વધારો કરવો તે ગ્રામસભામાં ગામલોકોનો મત લઈ અને પછી જ નક્કી કરવો. ગ્રામસભામાં લોકો સમક્ષ સ્વચ્છતા માટે ગ્રામ સફાઈ તથા ગટર લાઈન વ્યવસ્થાપન તેમજ અન્ય નાના મોટા કામો માટે પંચાયત પાસે પોતાનુ સ્વભંડોળ હોય તો અસરકારક કાર્ય થઈ શકે તેવો વિચાર મૂકવામાં આવ્યો. આ ગ્રામ સભામાં ૫૦ સ્ત્રીઓ અને ૪૦ પુરુષો હાજર હતા. ગ્રામસભામાં હાજર તમામ લોકો ઍ ચર્ચા વિચારણાના અંતે આ વિચાર સાથે સહમતી દર્શાવી અને વેરા વધારવાનો નિર્ણય સર્વાનુમતે લેવામાં આવ્યો. આમ મકાન વેરો વાર્ષિક રૂ. ૨૦ થી વધારીને રૂ. ૪૦ કરવો તેમજ સફાઈ વેરો રૂ. ૫ થી વધારીને ૧૦ તેમજ ગટર વેરો માસિક રૂ. ૧૦ નવો શરુ કરવાનુ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યુ.
વેરો વસૂલાત પધ્ધતિ બાબતે પંચાયત પ્રતિનિધિ સાથે ચર્ચા થઈ તે મુજબ પંચાયત માત્ર ને માત્ર તલાટી પર આધારિત ન રહેતા વોર્ડવાઈજ પંચાયત સભ્યોઍ જવાબદારી લઈ વેરો વસૂલાત કરવી તેવુ નક્કી કર્યુ. આમ લોહારીયા પંચાયતે ગયા વર્ષે ૧૦૦% વેરો વસૂલાત કરી. આ પંચાયત હાલમાં અગાઉ ગ્રામસભામાં નક્કી થયા મુજબ દર મહિને ગટર વેરો, સફાઈ અને મકાન વેરો લે છે. ગટર વેરાની રૂ. ૧૦ સામાન્ય રકમ હોવાથી લોકો તરત જ આપી દે છે વોર્ડ મેમ્બર સ્થળ પર જ વેરા વસૂલાત કરી તેમને પહોચ આપી દે છે. આમ લોહારીયા પંચાયતે પોતાની આવક વધારી છે જેથી ગટર બહારની સાઈડ લીક થવા જેવા કામ કે સામાન્ય મરામત કાર્ય કરવા માટે સરકારના ગ્રાન્ટની રાહ નથી જોવી પડતી પરિણામે લોકોને સારી અને જડપી સેવા મળી રહે છે. હાલના તબક્કે લોહારીયા પંચાયત પાસે રૂ. ૨ લાખ જેટલી માતબર રકમ મોજુદ છે જેથી લોહારીયા પંચાયત નાણાની ચિંતા રાખ્યા વગર સુચારુ આયોજન કરી શકે છે અને નાના નાના કાર્યો માટે સરકારની રાહ જોવી પડતી નથી.