વ્યસનમુક્તિ ના મૂળમાં ગયેલ કચ્છના અંજાર તાલુકાનું ખારાપસવારીયા ગામ
અંજાર તાલુકાના ખારાપસવારીયા ગામમાં દારૂ બનાવવો એ ઍક વ્યવસાય બની ગયો હતો જેમાં ૧૬ જેટલી તો ગામમાં ભઠિઓ હતી અને દારૂ પીવો એ ઍક આદત બની ગયી હતી તેમજ દારૂપીવા ના કારણે ગામમાં ઝગડા અને સ્ત્રી હિંસા નું પ્રમાણ પણ વધ્યું હતું તેમજ પોલિસ અને સરપંચ ને પણ હપ્તો બાંધેલો હતો તેમાં કરસનભાઇ એ પણ ચૂંટાયા બાદ સરૂઆત માં હપ્તો લીધો પરંતુ દરરોજ ના ઝઘડા અને સ્ત્રી હિંસા નું પ્રમાણ અતિ વધતાં એક દિવસ એક સ્ત્રીએ ડેમમાં પડી ને આત્મ હત્યા કરી આ જોઈ ને કરસનભાઇ ને ખૂબ દુખ થયું અને ૨૦૦૯ જૂન માસમાં રાત્રે જ પંચાયત ને બોલાવી ને ગામમાથી બિલકુલ દારૂબનાવવાનું વેચવાનું અને પીવાની સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને બાળકો પણ ગુટખા ખાતા બંધ થાય માટે ગામમાં ગુટખા વેચવાનો પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો
ત્યારબાદ ગામમાં કોઈ દારૂ બનાવતુ પણ નથી અને કોઈ વેચતું પણ નથી અને કોઈ વેચે કે બનાવે તો તેને પોલીસ માં ફરિયાદ કરવી અને બંધ કરાવવો ગામમાં કોઈ મહેમાન પણ દારૂ લાવે કે ગામમાં પીવે તો તેને ગામના નાગરિકે જ તેને બંધ કરાવવો અને જો બંધ ન કરે તો તેને સજા પણ કરવી અને સજા કરનાર ને ૫૦૦ રૂપિયા પંચાયત આપે છે .
આમ ખારાપસવારીયા ગામ વ્યસનમુક્ત બન્યું .