રોજગાર કોઈ પણ નાગરિકના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. જેમાં જીવનશૈલી જીવવામાં કે ગુણવત્તા વાળું શિક્ષણ મેળવવામાં કે ગુણવત્તા વાળી આરોગ્ય સુવિધા મેળવવા આર્થીક જરૂરિયાત ઊભી થાય છે. એટલે કે નાણાંની જરૂરિયાત પડે છે. અને આર્થીક જરૂરિયાત રોજગાર દ્વારા જ પૂરી થઈ શકે છે. આના સંદર્ભે આમ નાગરિકને કામ મળે તે ઉદ્દેશ્યથી સરકારે દરેક જગ્યાએ એપ્રિલ ૨૦૦૮ થી રોજગાર અધિનિયમ કાયદો લાગુ કર્યો છે.
પરંતુ આ કાયદા નું અમલીકરણ ૨૦૦૯ સુધી થયું હતું. અને અમુક જગ્યાએ અમલીકરણની શરૂઆત પણ થઈ હતી જેમાં પુષ્કળ ક્ષતિઓ રહી હતી જેના કારણે પેમેન્ટ બાકી રહી ગયેલ હતા. તેમજ પૂરતા જોબકાર્ડ ન બની શક્ય હોવાથી દરેક કુટુંબને રોજગારી ન મળી નહીં તેમજ પંચાયત અને તલાટી તથા ટી.ડી.ઓ. વચ્ચે મતભેદ ઊભા થયેલ હતા જેના કારણે અસરકારક કાયદાનું અમલીકરણ થતું ન હતું .
રોજગાર બાહેંધરી અધિનિયમના અસરકારક અમલીકરણ માટે અને જૂના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે જાન્યુંઆરી ૨૦૦૯ માં અંજાર – ગાંધીધામ તાલુકા પંચાયત પ્રતિનિધિ મંચ દ્વારા અંજાર તાલિકની તમામ ૫૩ અને ગાંધીધામ તાલુકાની ૭ એમ કુલ ૬૦ પંચાયતોને બોલાવવામાં આવી તેમજ તમામ પંચાયતો ના તલાટીને બોલાવવામાં આવ્યા તેમજ ટી.ડી.ઓ. અને તાલુકાનાં તમામ તમામ સેતુ સ્ટાફને બોલાવીને પ્રશ્નોની જન સુનાવણી કરી તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું તેમજ આ કાયદામાં મૂંઝવતી બાબતો જેવી કે બાવળ કટિંગ , સફાઈકામ , ખાડા પુરવાના કામો તથા એસ.આર.ના ભાવિ નીતિનિયમો વિષે સમાજ આપવામાં આવી. તેમજ જોબકાર્ડ માટેના ફોટોગ્રાફ એકીસાથે બનાવવા માટે માહિતિમિત્ર અને સ્ટુડિયોથી સંકલન કરી આપવામાં આવ્યું. તેમજ આ કાયદામાં ગેરરીતિ ના થાય તે માટેની સૂચનાઓ આપવામાં આવી અને જ્યાં અમુક ભૂલો થયેલ હતી તે સુધારવની તાકીદ કરવામાં આવી અને હવે ભૂલ થશે તો પગલાં લેવાની સૂચના પણ આપવામાં આવી.
તેમજ આ કાયદાને લગતી મૂંઝવણ માટે જી.આર.ની બૂક પણ આપવામાં આવી. તેમજ MNREGA માટે ૭ દિવસમાં R.T.I. જવાબ આપવો પડે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને જો નાગરિક પણ ખોટું કરે તો તેને શું શું થઈ શકે તે બાબતે સમજાવવામાં આવ્યું.
આમ બંને પક્ષને એકઠા કરી મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું તેમજ રોજગાર ગેરંટી અધિનિયમ માટે બંને સિક્કાની બાજુ છે એવી ભાવના ઊભી કરી.
આ રીતે અંજાર ગાંધીધામ પંચાયત પ્રતિનિધિ મંચ દ્વારા બંને વચ્ચે પૂરક ભૂમિકા અદા કરેલ જેથી બીએએનએનઇ એકતા વધારેલ અને પોતાનો વિશ્વાસ ઊભો કરેલ.