માહિતી અધિકાર એક ચમત્કાર છે એ સાબિત કર્યું છે અંજાર તાલુકા ની ખારાપસવારીયા પંચાયતે જેમાં અંજાર થી ખારાપસવારીયા જતો રસ્તો અતિ જર્જરિત અને પાપડી બિલકુલ તૂટી ગયેલ હતી તેના માટે વારંવાર રજુઆતો કરેલ છતાં કોઈ જવાબ મળતો નહોતો ત્યારે ખારાપસવારીયા પંચાયત દ્વારા જીલ્લા વિકાસ અધિકારી ને નવેમ્બર ૨૦૧૦ માસ માં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરવામાં આવી અને તમામ માહિતી માંગવામાં અને આ અંગે આ સમયગાળા દરમ્યાન કોને કેટલી પ્રક્રિયા કરી તેની પણ માહિતી માંગી અને આપે શું એક્શન લીધા તે પણ માંગવામાં આવ્યું
આ અરજી મળ્યા ની સાથે જ તુરંત ૨૦ દિવસ માં લેખિતમાં જવાબ મળ્યો અને સાથે નાયબ કાર્યપાલક નો પણ ખારાપસવારીયા થી અંજાર જતો પાકો રોડ અને પાપડી બંને નો મંજુરી લેટર પણ સાથે આવ્યો અને તાત્કાલિક રોડ નું કામ શરુ થયું અને હાલ આ રસ્તા નું કામ પૂર્ણ પણ થઇ ગયું.