સ્થાનિક સ્વસાસનમાં ગ્રામસભા એ મુખ્ય પાયો છે. અને બંધાંરણમાં પણ ગ્રામસભાને વિશેષ દરજો આપવામાં આવેલ છે અને આદિવાસી વિસ્તારમાં ગ્રામસભા માટે મુખ્ય કાયદો અમલ કરવામાં આવેલ છે અને તમામ નિર્ણયની સતા ગ્રામસભાને જ સોપેલ છે. આદિવાસી વિસ્તાર સિવાય પણ ગ્રામસભા ને સ્વરાજ નું બિરુદ ગણાય છે.
ગ્રામસભાના બહિષ્કાર સંદર્ભે ૬૦ પંચાયતો સાથે મીટીંગ, નગરપાલિકા હોલ, અંજાર
આમ છતાં હાલની પરિસ્થિતીએ દર ત્રણ મહિને ગ્રામસભામાં કરવા ખાતર કરવામાં આવે છે અને દર વખત એકના એક ઠરાવ ફરી વખત કરવામાં આવે છે. જેના કારણે નાગરિકોએ કંટાડીને ગ્રામસભામાં જવાનું બંધ કરેલ અને પંચાયતોને દોષિત માનેલ જેના કારણે ગ્રામસભાના નાગરિકો અને પંચાયત વચે વિરોધાભાસ ઉભો થવા લાગ્યો.
આ પરિસ્થિતી દરેક પંચાયતમાં સર્જાણી. અને અંતે અંજાર મધ્યે પંચાયત સંગઠનની ઓફિસે કારોબારીની મિટિંગ મડી તયારે દરેક મેમ્બરોએ આ રજૂઆત મિટિંગમાં કરેલ અને ૬૦ પંચાયતોને બોલાવીને આ મુદા વિષે શું કરવું તેના મંતવ્યો લીધેલ.અને અંતે ગ્રામસભાનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરેલ.
પણ ગ્રામસભાનો વિરોધ કરવો એ પણ બંધાંરણીય ગુનો છે. તો કઈ પંચાયત ગ્રામસભાનો બહિષ્કાર કરશે ત્યારે સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો કે અંજાર ગાંધીધામ તાલુકાની ૬૦ પંચાયતો આ એક સાથે વિરોધ કરવો અને તેનું સ્પષ્ટ કારણ લખીને તાલુકા પંચાયત ને આપવું.
આ નિર્ણય સર્વ સમન્તિ માની અંજાર ગાંધીધામ તાલુકાની તમામ પંચાયતો એ ગ્રામસભાનો બહિષ્કાર કર્યો અને મીડીયા દ્વારા જાણ પણ કરેલ.
આ બહિષ્કાર નો પડઘોં અસર ગાંધીનગર સુધી પોહચ્યો અને ત્યાંથી જીલ્લાં પંચાયત તાલુકાં પંચાયત તથા જીલ્લાં પ્રમુખ તેમજ તાલુકાં પ્રમુખ ને ધબાણ આવેલ કે કેમ કચ્છમાં ગ્રામસભાનો બહિષ્કાર કરે છે. આજ રીતે મીડિયાઓ પણ જેમાં ટી.વિ.૯, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા, કરછમિત્ર, આજકાલ વગેરે પણ રૂબરૂ આવીને ગ્રામસભાનો બહિષ્કાર શા માટે કર્યું તેનું ઇન્ટરવિયુ લીધું અને ટી.વિ અખબારમાં પ્રસિધ્ધ કર્યું.
Press Note, Times ofIndia
Press Note,GujaratSamachar
આ જોઈ જીલ્લાં પ્રમુખ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા પંચાયત સંગઠન કારોબારીનો સંપર્ક કરવામાં આવ્યો અને કહ્યું કે આપ ગ્રામસભાનો બહિષ્કાર ન કરો તમારા પ્રશ્નો અમને જણાવો અને અમે સ્થાનિક અંજાર મધ્યે આવીને અને આમને સામને પ્રસ્નોનું નિરાકરણ કરીએ. ત્યાર બાદ અંજાર ગાંધીધામ તાલુકાં પંચાયત સંગઠન દ્વારા દરેક પંચાયતો અને સરકારના તમામ વિભાગને બોલાવીને જનસુનાવણી યોજવામાં આવી અને જેમાં ગામતડ વધારવોનો મુદ્દો, તલાટિ ખાલી જગ્યા, બીપીએલ યાદી, ગૌચર દબાણ, કંપનીને સોપાંતી સીધી જમીન, રોડ રસ્તા અને વહીવટી પ્રસ્નો સ્થાનિક જ નિરાકરણ કરવામાં આવેલ. ઉપરાંત ગ્રામસભાને શું સતા છે તેની અને વિવિધ સરકારી યોજનાની માહિતી પણ સામેથી જાહેર કરવામાં આવી.
આ છે અંજાર ગાંધીધામ તાલુકા ગ્રામ પંચાયત પ્રતિનિધિ મંચની ગ્રામસભા બહિષ્કારની સફળ વાર્તા….